,ડાંગ જિલ્લા ખાતે PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની મીટીંગ યોજાઇ
ઝાકિર ઝંકાર આહવાતા.૧૧
આહવા ડાંગ માં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીના અધ્યક્ષા શ્રીમતી સુનિતાબેન બાગુલના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટી મીટીંગ યોજાઇ હતી. આ બેઠકમાં તા.૦૭/૧૦/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ દરમિયાન “વિકાસ સ્પ્તાહ” અંતર્ગત તા.૧૧/૧૦/૨૦૨૫ના રોજ આંતર રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ દિવસ ઉજવણીના ભાગરૂપે PC&PNDT Actનો વર્કશોપનું આયોજન ડાંગ જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્ર ખાતે કરવામાં આવેલ તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નવજાત જ્ન્મેલ દિકરીઓને જનરલ હોસ્પિટલ આહવા ખાતે દિકરી વધામણા કિટ આપવામાં આવેલ તથા વનબધું આરોગ્ય ધામ હોસ્પિટલ,આહવા ખાતે ડૉ.શૈખ કુમારી સમિરાબાનુ મોહમદસલીમ,એમ.ડી.ગાયનેકોલોજીસ્ટને દર શનિવાર અને રવિવારે સવારે ૧૦:૦૦ કલાક થી સાંજના ૦૪:૩૦ કલાક સુધી વાપરવાની મંજુરી આપવામાં આવી તથા જનરલ હોસ્પિટલ,આહવા ખાતે ડૉ.હાર્દિકકુમાર કે.લાઠીયા, એમ.ડી. રેડિયોલોજીસ્ટને દર સોમવાર અને મંગળવારે ફુલ ટાઇમ માટે સોનોગ્રાફી મશીન વાપરવાની મંજુરી આપવામાં આવેલ છે જે અંગેની તમામ સભ્યોનો જાણકારી આપી તથા દિવ્ય છાયા ડીસ્પેન્સરી,સુબીર ખાતે નંવુ સોનોગ્રાફી મશીન Make:- Wipro GE Healthcare Model:-Versana Balance Touch Sr. No:- 85288WSG ખરીદવામાં આવેલ છે જે અંગેની તમામ સભ્યોને જાણકારી આપવામાં આવી.
વધુમાં PC & PNDT Act-1994 અંતર્ગત રજીસ્ટ્રેશન થયેલ તમામ સંસ્થા ખાતે The PC & PNDT Act અંતર્ગત નિભાવવામાં આવતા રિપોર્ટ,રજીસ્ટર તથા સોનોગ્રાફી પ્લેટ જેવા તમામ દસ્તાવેજોની ચોક્સાઇ પુર્વક નિભાવાણી થાય તે બાબતની ખરાઇ માટે તાલુકા આરોગ્ય અધિકારીશ્રીઓને ક્લિનિક વેરીફિકેશન કરવા માટે ભાર પુર્વક જણાવવામાં આવ્યું.
સદર PC&PNDT Act અંતર્ગત ડીસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમીટીની મીટીંગમાં શ્રીમતી,સુનિતાબેન બાગુલ, ચેરમેનશ્રી- ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટી, ર્ડા.હેમાશું ગામીત, એપ્રોપ્રિએટ ઓથોરીટી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,ર્ડા.અનુરાધા ગામીત,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, ર્ડા.સ્વાતી પવાર,તાલુકા આરોગ્ય અધિકારીશ્રી વઘઇ,ર્ડા.ધર્મેશ પવાર,ઇ.ચા.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી,સુબીર,ર્ડા.નિલકેતુ પટેલ,રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી,આરોગ્ય શાખા,ર્ડા.દિલિપ ચૌધરી,બાળરોગ નિષ્ણાત,ર્ડા.ધારા પટેલ,સ્ત્રીરોગ નિષ્ણાત,સિવીલ હોસ્પિટલ, ર્ડા.હેતલ રાઠોડ,માઇક્રોબાયોલોજીસ્ટ,સિવીલ હોસ્પિટલ શ્રી હસમુખભાઇ વણકર,પ્રોગ્રામ સ્પેસ્યાલીસ્ટ,આગાખાન,આહવા-ડાંગ તથા પટેલ ઉમાકાન્ત જી,PC&PNDT Act,પ્રોગ્રામ આસીસ્ટંટ,આરોગ્ય શાખા,જિ.પં.ડાંગ હાજર રહેલ હતા.