*આહવાની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા સુબીર તાલુકાના કાકડવિહિર ગામના ગાંજાની ખેતી કરનાર આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા :*
ઝાકિર ઝંકાર : આહવા :તાં :૧૪
ડાંગ જિલ્લાની એડિશનલ સેશન્સ કોર્ટ – આહવાના ન્યાયાધીશ ડો પી. એ. પરમાર દ્વારા આહવા પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૪મા નોંધાયેલ ગુનાના આરોપી ધર્મુભાઈ ચૌધરીને ૧૦ વર્ષ ની સખત કેદની સજા ફરમાવી છે.
આરોપીએ પોતાના ખેતરમાં શાકભાજી સાથે ગાંજા જેવી નશીલાપદાર્થની ગેરકાયદેસરની ખેતી કરી હતી. જેથી આહવા પોલીસે આરોપીના ખેતરમાં બાતમીના આધારે રેડ કરી હતી. જેમાં પોલીસે ૮.૨૭૦ કિલોગ્રામ જેની અંદાજિત કિંમત રૂપિયા ૧૬,૫૪૦ ની કિંમતના ગાંજાના છોડ મળી આવ્યાં હતાં. જેથી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જે બાદ આહવા કોર્ટમાં કેસ ચલાવામાં આવ્યો હતો.
આહવા સેશન્સ કોર્ટમા સરકારી વકીલ સી. એમ. ઠાકરે દ્વારા આરોપી વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરી ધારધાર રજુઆત કરતાં, આહવા કોર્ટનાં ન્યાયાધીશ ડો પી. એ. પરમાર દ્વારા આરોપીને ક્રિમિનલ પ્રોસિજરની કલમ ૨૩૫(૨) અન્વયે એન. ડી. પી. સી એક્ટ ૧૯૮૫ ની કલમ ૨૦(એ) મુજબ આ સજા કરવામાં આવી છે.
–