

*ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે આહવા સનસેટ પોઇન્ટ ખાતે વૃક્ષારોપણ*
–
*“એક પેડ મા કે નામ અભિયાન ૩.૦” અંતર્ગત વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશો અપાયો*
–
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર : આહવા ડાંગ*:
ડાંગ જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજરોજ આહવા સનસેટ પોઇન્ટ ખાતે, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના “એક પેડ મા કે નામ અભિયાન ૩.૦” અંતર્ગત ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજેશભાઇ ગામીત, જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘એક પેડ માં કે નામ’ અભિયાનનો હેતુ માત્ર વૃક્ષારોપણ પૂરતો મર્યાદિત નથી, પરંતુ વાવેલા દરેક વૃક્ષનું સંવર્ધન અને જતન કરીને આવનારી પેઢીઓને હરિયાળું, સ્વસ્થ અને પર્યાવરણને સંતુલિત રાખવાનો છે. શ્રી વિજયભાઇ પટેલે વાવેલા તમામ વૃક્ષોનું જતન અને સંવર્ધન થાય તે માટે સંબધિત અધિકારીશ્રીઓને ધ્યાન રાખવા માટે સુચવ્યું હતું.
જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી,પરમારે જણાવ્યું હતું કે, આહવા સનસેટ પોઇન્ટ ઉપર ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વાવેલાં દરેક વૃક્ષોનુ જતન અને સંવર્ધન થાય તે સંકલ્પ સાથે સૌએ વૃક્ષારોપણ કર્યું છે. ત્યારે આપણે પણ સૌ આ ઉત્તમ રૂતુમાં પોતાના ધર આંગણા કે ખાલી જગ્યામાં વૃક્ષ વાવવાનો સંકલ્પ લઇએ તેમજ વૃક્ષોનું જતન કરીએ. કલેક્ટરશ્રીએ વૃક્ષારોપણ થી ગ્રીન કવરેજનો વ્યાપ વધારવા સૌને અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા શહેરો, ગામો, જાહેર સ્થળો અને ખાલી સરકારી જમીનો પર વનો વિકસાવીને ‘હરિયાળા ગુજરાત’ના નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે સંદર્ભે વહીવટી તંત્ર તેમજ વન વિભાગની આ કામગીરી દર્શાવે છે કે, વૃક્ષારોપણ એ માત્ર એક પ્રતીકાત્મક કાર્યક્રમ નથી, પરંતુ પર્યાવરણ સુરક્ષા અને ભાવિ પેઢી માટે સ્વચ્છ, હરિયાળું તેમજ સ્વસ્થ જીવન સુનિશ્ચિત કરવાની દીર્ઘદ્રષ્ટિપૂર્ણ પહેલ છે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી મંગળભાઇ ગાવિત, આહવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હરિચંદભાઇ ભોયે તેમજ મદદનીશ વનસંરક્ષક સર્વેશ્રી જૈનિલ દેસાઇ, આરતી ડામોર, પરેશ ગાયકવાડ, રાહુલ પટેલ, આર.એફ.ઓશ્રીઓ, બિડગાર્ડ સહિતના વનકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
–