
*અમદાવાદની વસ્ત્રાલ વિસ્તારમાં રામોલ ગતરોડ ફટાકડા ના (કારખાના)ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ : સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામના એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત, થતા શોકની લાગણી*
સંજેલી તાલુકાના ગોવિંદ તળાઈ ગામ માટે અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અમદાવાદમાં ફટાકડા બનાવતી ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં ગોવિંદ તળાઈ ગામના ચારેલ પરિવારના એક જ ઘરના પાંચ સભ્યોના કરુણ મોત નિપજતાં સમગ્ર સંજેલી પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચારેલ પરિવાર રોજગારી અર્થે અમદાવાદ ગયો હતો. આ દરમિયાન ફટાકડાના કારખાના માં અચાનક થયેલા વિસ્ફોટ બાદ સર્જાયેલી આગમાં પરિવારના પાંચ સભ્યોના કરુણ મોત થયા હતા. જ્યારે પરિવારના વડા ગંભીર રીતે દાઝી જતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.
દુર્ઘટનાના સમાચાર ગોવિંદ તળાઈ ગામમાં પહોંચતા જ સમગ્ર ગામ શોકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી આજે મૃતદેહો વતન લાવવામાં આવતા પરિવારજ નોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સગાસંબંધીઓ ઉમટી પડ્યા હતા અને સૌએ દિવંગતોને ભીની આંખે અંતિમ વિદાય આપી હતી.
આ દુઃખદ ઘટનાએ માત્ર ચારેલ પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સંજેલી તાલુકાને હચમચાવી દીધો છે. ગ્રામજનો દ્વારા મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે તેમજ શોકગ્રસ્ત પરિવારને આ દુઃખની ઘડીમાં શક્તિ મળે તેવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી છે.
રિપોર્ટર મેહુલભાઈ વાદી