“સતત વરસાદથી ખેડૂતોમાં ચિંતા…
મહા મહેનતનો પાક નાશ પામવાની ભીતિ!”
વલભીપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોમાં ચિંતાનું મોજું
વલભીપુર: હવામાન વિભાગની આગાહી અનુસાર વલભીપુર તાલુકામાં છેલ્લા બે દિવસમાં 4.30 ઈચ કરતાં પણ વધુ વરસાદ નોંધાયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
પાક નુકસાનીનો ભય:
ખેડૂતોનું કહેવું છે કે જો આગામી દિવસોમાં પણ વરસાદની આ જ મોસમ યથાવત્ રહેશે, તો ખેડૂતોનો મહા મહેનતથી ઉગાડેલો પાક નાશ પામશે અને ખેડૂતોની મીટ સરકાર સામે મંડાશે.
અતિવૃષ્ટિની ભીતિ:
ગયા વર્ષે પણ અતિવૃષ્ટિ અને માવઠાના કારણે જગતનો તાત હેરાન-પરેશાન થયો હતો. ત્યારે આ વર્ષે પણ શું અતિશય વરસાદ અને અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાશે કે કેમ, તે ચિંતાએ વલભીપુરના ખેડૂતોને ઘેરી લીધા છે. રીપોટ.. મહેશ ડાવરા વલ્લભીપુર