
આજે આધુનિક યુગમાં ગૌ માતાનું મહત્વ ધીમે ધીમે વિસરાતું જાય છે ત્યારે આ મેંદરડા તાલુકાના અરણિયા ગામમાં રહેતા એવા ગૌ ભકત ભીમાભાઈ મારૂ તેમજ તેમના પરિવાર ના ગૌ પ્રેમી સદસ્યો એ ગાય માતાએ વાછરડીને જન્મ આપતાં ખૂબ આનંદ વ્યક્ત કર્યો હતો અને વાછરડીનું વજન ૨૨ કિલો હતું તો વાછરડીના ભારોભાર વજન જેટલા પેંડાથી ગામમાંજ આવેલ બિલેશ્ચર આશ્રમ ખાતેના જીતેન્દ્રભારથી બાપુંના સાનિધ્યમાં વજન કરવામાં આવ્યું હતું અને આ પેંડાનો પ્રસાદ આખા ગામમાં વહેંચવામાં આવ્યો હતો અને ગૌ પ્રેમી જનતા અે આભાર વ્યક્ત કર્યો હતો અને સમગ્ર એરણિયા ગામે આનંદ થયો હતો.
રિપોટૅ : હસમુખભાઈ પંડયા સાબરકાંઠા