પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા :સાબરકાંઠા
ભાદરવી પૂનમના અંબેમાના જયનાદ બોલ માડી અંબે જય જય અંબે સાથે સાબરકાંઠા જિલ્લા પોલીસ આપની સુરક્ષા અમારી વ્યવસ્થા હેઠળ અંબાજી જતા પદયાત્રીઓ જોગ સંદેશ
ભાદરવી પૂનમના મેળા મહોત્સવ અંતર્ગત સાબરકાંઠા જિલ્લા પોલીસ ની પદયાત્રીઓ માટે સુરક્ષિત પહેલ કરવામાં આવી રહી છે રાત્રિના સમયે ચાલવાનું ટાળો અને સવારે વહેલા ચાલતા પદયાત્રીઓ એ રેડિયમ પટ્ટી ધારણ કરવી સંગીતમય વાતાવરણમાં અને ગરબા ની રમઝટ માં ટ્રાફિક જામ ન થાય તેની તકેદારી રાખવી વિસામાના સેવા કેન્દ્રો પર પ્લાસ્ટિક ની બોટલો તથા પ્લાસ્ટિક ની થેલીઓ જેવી અન્ય વસ્તુઓ ને ડસ્ટબીન માં નાખવી અને સ્વચ્છતા જાળવવી ધાર્મિક સ્થળો એ ધક્કામુક્કી કરવી નહીં નિયમોનું પાલન કરવું અને આપના સામાનની તકેદારી રાખવી સેવા કેમ્પમાં જરૂરી સેવાઓ નો લાભ લેવો અને ભક્તિમય વાતાવરણ ને જાળવી રાખવું કોઈ પણ જાતની તકલીફ માં નજીકના વિસામા સેવા કેન્દ્રો નો સંપકૅ કરી પોલીસ કર્મી નો સંપર્ક કરવો અને કોઈપણ આકસ્મિક મદદ માટે જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ફોન નં 02772 241303 નો સંપકૅ સાધવા નમ્ર અપીલ।