ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક એકત્ર કરાયું

બ્યુરો રિપોર્ટ ઇન્ડિયન ટીવી ન્યુઝ પાટણ ગુજરાત

 

પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકાની ભાટસણ પગારકેન્દ્ર શાળા દ્વારા તાજેતરમાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન અંતર્ગત પ્રાથમિક શાળાને પ્લાસ્ટિક મુક્ત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. શાળાના શિક્ષક નિલેશ શ્રીમાળી એ જણાવ્યું કે આચાર્ય શ્રી શૈલેષભાઈ સુથારના માર્ગદર્શનમાં સ્ટાફ પરિવારના સહકારથી અને ધોરણ 6 થી 8 ના બાળકો દ્વારા પોતાના દૈનિક જીવનમાં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓના વેસ્ટ પેકેટ, પ્લાસ્ટિકના ઝભલા, પડીકાઓના રેપર્સ વગેરે નાકમાં પ્લાસ્ટિકને એકત્ર કરી અને શાળામાં જમાં કરાવવામાં આવે છે. આ પ્લાસ્ટીકનો રિસાયકલ અર્થે મોકલવામાં આવશે અને આ રીતે શાળાને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં આવશે.

 

ગામના વાલીઓમાં પણ જાગૃતિ આવે તેવા પ્રયાસો પણ શરૂ કરવામાં આવ્યા છે. બાળકો બહારના પડીકા ખાવાનું બંધ કરી અને આરોગ્યપ્રદ આહાર જ જમે તે માટે બાળકોને પણ સમજાવવામાં આવ્યા. આમ ભાટસણ પગાર કેન્દ્ર શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા બને તે માટે પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

Leave a Comment