મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર માં તા. બીજી ઓક્ટોબર ગાંધીજી નિમિત્તે પ્રાર્થના

મહિલા ગ્રામ વિદ્યાપીઠ નારદીપુર માં તા. બીજી ઓક્ટોબર ગાંધીજી નિમિત્તે પ્રાર્થના સંમેલન કાર્યક્રમ અને તારીખ બીજી થી તા. 8 ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહ કાર્યક્રમ યોજવાનો હોવાથી, આ કાર્યક્રમનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવેલ, જેમાં ગ્રામ સેવા મંદિર સંસ્થાના ટ્રસ્ટીશ્રી અને નારદીપુર ગામના સરપંચ શ્રી રાજેશભાઈ પટેલ સાહેબ અને નશાબંધી આબકારી વિભાગ ગાંધીનગર થી અધિક્ષક શ્રી એસ. આર .રબારી સાહેબ અને નશાબંધી વિભાગના સબ ઇન્સ્પેક્ટર શ્રી ઊર્મિત જાની સાહેબ અને શ્રી તેજલ બેન ઠાકોર, તેમજ શ્રી ગુંજનભાઈ , શ્રી ભાવેશભાઈ પંડ્યા સર્વે ટીમ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા, આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન શ્રી એસ.આર. રબારી સાહેબ અને શ્રી રાજેશભાઈ પટેલ સાહેબે આપ્યું હતું, અને બીઆરએસ કોલેજના વિદ્યાર્થીઓ એ “નશા મુક્તિ” વિષય પર વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાંથી ત્રણ વિજેતા સ્પર્ધકોને નશાબંધી વિભાગ દ્વારા ઇનામ આપવામાં આવ્યું હતું, આ સાથે પૂર્વી આર્ટ થિયેટર દ્વારા શ્રી ભરતભાઈ પંચોલી ની ટીમે ” ના મારે જીવવું છે “નાટક ભજવ્યું હતું તેમજ નશા મુક્તિ ની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી, આ કાર્યક્રમ નું સંચાલન N.S.S પ્રોગ્રામ ઓફિસર શ્રી ડૉ.જશુમતીબેન પરમારે કર્યું હતું, અને સમાપન મહિલા ગ્રામ વિદ્યાપીઠના ઇન્ચાર્જ આચાર્ય શ્રી મંજુલાબેન પાડવી એ કર્યું હતું સર્વે સ્ટાફ મિત્રો ના સહકારથી કાર્યક્રમને સફળ બનાવી શક્યા હતા.

પ્રેસ રિપોર્ટર, હસમુખ પંડ્યા

Leave a Comment