સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહાકાલી મંદિર પ્રતાપગઢ (સાબલી) ખાતે ભૈરવ જયંતી ની ઉજવણી કરવામાં આવી
ઈડર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ મહાકાલી મંદિર ખાતે તારીખ ૨૩/૧૧/૨૦૨૪ ને શનિવારે ભૈરવ જયંતી નિમિત્તે પરંપરાગત રીતે કાલ ભૈરવ જી મંદિર માં હવન રાખીને ઊજવણી કરવામાં આવી હતી હવનના મુખ્ય પાટલાના યજમાન મયંકભાઈ દિનેશભાઈ પટેલ હિંમતનગર ના હસ્તે કરવામાં આવ્યું હતું શ્રી મહાકાલી શક્તિ સેવા મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી જગદેવસિંહ તેજસિંહ જેતાવત બાપું તરફથી ભોજન પ્રસાદ ની સેવા રાખવામાં આવી હતી મંદિર ના ટ્રસ્ટી ગણ સભ્યો એ પણ હાજરી આપી સેવાનો લાભ લીધો હતો પ્રસંગ ને અનુરૂપ શ્રીફળ હોમી ભૈરવદાદા ની આરતી કરી ને વિસૅજન કરવામાં આવ્યું હતું
પ્રેસ રિપોટર : હસમુખભાઈ પંડયા સાબરકાંઠા