વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા સંકલિત વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2035 સુધીના સમયગાળા માટેના અંદાજ અનુસાર વિશ્વની અડધાથી વધુ વસ્તી મેદસ્વી થઈ જશે
ઓબેસિટી – સ્થૂળતા આજના સમયમાં બહુ ગંભીર સમસ્યા બની ગઈ છે.વૈશ્વિક રિસર્ચ અનુસાર સ્થિતિમાં સુધારો નહીં થાય તો 12 જ વર્ષમાં અડધાથી વધુ વૈશ્વિક વસ્તી સ્થૂળતાનો ભોગ બની જશે. વર્લ્ડ ઓબેસિટી ડે પર પ્રકાશિત વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનનો વર્લ્ડ ઓબેસિટી એટલાસ રિપોર્ટ મુજબ 2035 સુધીમાં વૈશ્વિક વસ્તીના 51% લોકો વધુ વજન એટલેકે સ્થૂળતા સાથે જીવતા હશે. સ્થૂળતાને રોકવામાં નિષ્ફળતાના કારણે 2035 સુધીમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાને 4.32 ટ્રિલિયન ડોલરનો કુલ આર્થિક ફટકો પડી શકે છે,
વર્લ્ડ ઓબેસિટી ફેડરેશન દ્વારા સંકલિત વર્લ્ડ ઓબેસિટી એટલાસ 2035 સુધીના સમયગાળા માટેના અંદાજ અનુસાર વિશ્વની અડધાથી વધુ વસ્તીને ઉચ્ચ બોડી માસ ઇન્ડેક્સ (BMI ≥25kg/m²) હોવાની અપેક્ષા છે. આજની સ્થિતિએ 7માંથી 1ની સામે 2035ના અંત સુધીમાં 4માંથી 1 વ્યક્તિ ઓબેસિટી (BMI ≥30kg/m²) સાથે જીવશે.
ખાસ કરીને બાળ્યાવસ્થાની સ્થૂળતા ઝડપથી વધી રહી છે. 2035થી છોકરાઓમાં ઓબેસિટી દર બમણા થવાની ધારણા છે અને આંકડો 20.8 કરોડ પાર નીકળશે. જ્યારે, છોકરીઓમાં દર 125% વધીને 175 મિલિયન થવાની ધારણા છે. વધુ વજન અને સ્થૂળતાની આર્થિક અસરોને કારણે 4 ટ્રિલિયન ડોલર એટલેકે 2020ની કોરોના મહામારી સમકક્ષની નાણાકીય અસર થશે
ચોંકાવનારી વાત એ છે કે, વર્તમાન સ્થિતિ યથાવત રહેશે તો મોટાભાગની વૈશ્વિક વસ્તી એટલે કે 51% અથવા 4 બિલિયનથી વધુ લોકો 2035 સુધીમાં ઓબેસિટી સાથે જીવતા હશે.હાલ આ દર 4માંથી 1 વ્યક્તિનો છે.
Parvin -sajjadhusen
M.Sc. B.ed, Dietition ana nutrition.
#fitnessmotivation
#gymmotivation
#bodyzone
#ModasaCity