આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગજેરા ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન તથા પીજીપી ગ્લાસ કંપની તથા ગ્રામ પંચાયતના સંકલનથી “ગજેરા ગામની ગરિમા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
જેમાં મહાત્મા ગાંધીજી દ્વારા દાંડીકૂચ દરમિયાન કરવામાં આવેલ સભાના સંસ્મરણોને યાદ કરતા આ કાર્યક્રમની 95 માં વર્ષની ઉજવણી કરવામાં આવી. મુખ્ય અતિથિ વિશેષ તરીકે PGP કંપનીના શ્રી રાજીવભાઈ યાદવ, આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી તુષારભાઈ દયાળ, CEO ડૉ. નંદીનીબેન,Vidresh કંપનીના શ્રી નીતિનભાઈ તેમજ ગામના સરપંચશ્રી ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ “ગજેરા ગામની ગરિમા”,”ગજેરા ગામના ડેવલોપમેન્ટ”તથા “હર ઘર સ્વચ્છતા” કાર્યક્રમ અંતર્ગત નિમણૂક પામેલ ગ્રીન ફ્રેન્ડ નું સન્માન અને અભિવાદનનો હતો.
કાર્યક્રમમાં મીઠાના સત્યાગ્રહના સંદર્ભ સાથે મીઠું લઈને બધાને “મારું ગજેરા,સ્વચ્છ ગજેરા” ને આધાર રાખી સંકલ્પ લેવડાવવામાં આવ્યો. શ્રી રાજીવભાઈ દ્વારા સ્વચ્છતા ની મહિમા સમજાવતા બધાને સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો હતો તથા વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓને કંપનીમાં કાર્ય કરવા ઈચ્છુક લોકોને જોડાવા માટે જણાવ્યું હતુ તથા “હર ઘર સ્વચ્છતા” કાર્યક્રમનું લોકાપર્ણ પણ કરવામાં આવ્યુ. પટેલ રાવજીભાઈ (ઉર્ફે:પરાગ) કે જેઓએ ગામના ઇતિહાસને પુસ્તકમાં કંડારીયો છે તેને વિસ્તારપૂર્વક વ્યક્ત કરવામાં આવ્યો તથા ગામના નામ અંગેની જાણકારી આપી.ગામના આગેવાન જીગ્નેશભાઈ દ્વારા તેમના ગામના પ્રત્યે અનુભવ અને પૂર્વે ગામની જાહોજલાલીની વાત કરી. શ્રી તુષારભાઈ દ્વારા ગાંધીજી થકી કરવામાં આવેલ મીઠાના સત્યાગ્રહની મહાનતા સમજાવી તથા ગામના નવનિર્માણ માટે જાપનીશ મિયાવકી પદ્ધતિથી વનીકરણ, તળાવનું નવનિર્માણ, મૂલ્ય વર્ધન જેવી બાબતોની કટિબદ્ધતા સાથે પ્રકલ્પ લઈ આગળ વધવા અનુરોધ કર્યો હતો. બંધીશ ગ્રુપ(વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ) દ્વારા ગાંધીજીના જીવન ચરિત્ર સાથે સંકળાયેલ સુંદર સંગીતનું આયોજન તથા બાળકીઓ દ્વારા તેમના સપનાનું “મારું ગામ સ્વચ્છ, મારું ગામ સુંદર ગામ ” પર તેમના મંતવ્ય રજૂ કર્યા. અંતમાં ગામના આગેવાન કમલેશભાઈ દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર
