G-2P164PXPE3

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે ભારતીય ચલણની નકલી નોટો છાપવાનો કાળા કારોબારનો દાહોદ એલસીબી પોલીસે પર્દાફાર્શ કર્યાે

દાહોદ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના લીમડીયા ગામે ભારતીય ચલણની નકલી નોટો છાપવાનો કાળા કારોબારનો દાહોદ એલસીબી પોલીસે પર્દાફાર્શ કર્યાે.

દેશના અર્થતંત્રને મોટા પાયે નુકસાન કરવાના કાવતરાનું દાહોદ જિલ્લા પોલીસે પર્દાફાર્શ કર્યાે છે. દેશના અર્થ તંત્રને નુકસાન પહોંચાડવાના ઈરાદે નકલી નોટો છાપી આઠ રાજ્યોમાં ફરતી કરવાના આ કાળા કારોબાર ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં પણ ફેલાવવાનો પ્રયાસ આરોપીઓ દ્વારા કરવામાં આવતો હતો. ત્યારે દાહોદ એલસીબી પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. ગામેતી તથા તેમની ટીમે ગત તા.૦૮મી એપ્રિલના રોજ ફતેપુરાના લીમડીયા ગામે માંડલી ફળિયામાં રહેતાં દંપતિ અશ્વિનાબેન કાનજીભાઈ ગરાસીયા અને કાનજીભાઈ ખુમાભાઈ ગરાસીયાના રહેણાંક મકાનમાં ઓચિંતો છાપો માર્યાે હતો. પોલીસે મકાનમાં છાપો મારતાંની સાથે ચોંકી ઉઠી હતી. મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટની નકલી નોટો છાપવાનો કાળો કારોબાર ચાલતો હતો. પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમોની અટકાયત કરી મકાનમાંથી લેપટોપ, બે પ્રિન્ટર, સિક્યુરીટી થ્રેડ અને બનાવટી ભારતીય નોટો છાપવા માટેના કાગળો કબજે કર્યાં હતાં. પોલીસે રૂા.૨૧,૦૦૦ની કિંમતની નકલી ભારતીય ચલણની બનાવટી નોટો કબજે કરી છે. ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવા માટે અશ્વિનાબેન અને કાનજીભાઈને મુકેશભાઈ કામોળ (રહે. છાલોર, તા.ફતેપુરા, જિ.દાહોદ), રાકેશભાઈ પારગી (રહે. વાંગડ, તા.ફતેપુરા, જિ.દાહોદ), હુસેન પીરા (રહે. હૈદરાબાદ) અને અન્ય એક ઈસમનાઓ લેપટોપ, પ્રિન્ટર, સિક્યુરીટી થ્રેડ (લીલી પટ્ટીવાળા કાગળો) નંગ.૧૪૩, કાળી પટ્ટીવાળા કાગળો નંગ.૩૩૨ વિગેરે મુદ્દામાલ પણ કબજે કર્યાે છે. આ બનાવમાં અશ્વિનાબેન અને કાનજીભાઈની પોલીસે અટકાયત કરી છે જ્યારે મુકેશભાઈ કામોળ, રાકેશભાઈ પારગી, હુસેન પીરા અને અન્ય એક ઈસમ મળી ૪ ઈસમોને પકડવાના બાકી હોઈ આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે આ નકલી ભારતીય ચલણની નોટોના કાળા કારોબારનો પર્દાફાર્શ કરી અન્ય ફરાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

દાહોદ જિલ્લા બ્યુરો ચીફ:- આનંદ સાંસી

Leave a Comment