

*ડાંગ: પિંપરી ગ્રામ પંચાયતના ધૂળચૌંડ ગામે ભારે વરસાદથી નાળું તૂટતા ગ્રામજનો મુશ્કેલીમાં.*
*ટેમ્બરૂન ફળિયાના માર્ગ પર વર્ષોથી રસ્તો ન બનવાની સમસ્યા વચ્ચે હવે કુદરતી આફતનો માર*
*રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
પિંપરી ગ્રુપ ગ્રામ પંચાયત અંતર્ગત આવતા ધૂળચૌંડ ગામના ટેમ્બરૂન ફળિયામાં લાંબા સમયથી પાકો રસ્તો બનાવવાની માંગ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તંત્રની ઉદાસીનતાના કારણે રસ્તો ન બનતા લોકો પહેલેથી જ હાલાકી ભોગવી રહ્યા હતા.
દરમિયાન, હાલ ચાલી રહેલા ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. વરસાદના પ્રવાહને લીધે રસ્તાની વચ્ચોવચ આવેલું નાળું તૂટી ગયું છે. રસ્તો ધોવાઈ જવા અને નાળું તૂટી જવાના કારણે આ ફળિયાનો સંપર્ક પ્રભાવિત થયો છે અને સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે.
વર્ષોથી રસ્તાની સુવિધા ન હોવાની વેદના ભોગવી રહેલા ગ્રામજનો માટે ચોમાસાની આ દુર્દશાએ વધુ મુશ્કેલીઓ ઊભી કરી છે. તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ અને નાળાનું સમારકામ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં ઉગ્ર માંગ ઉઠી રહી છે.