*અમદાવાદમાં GIAFI અને ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક*
અમદાવાદમાં 18 ઓગસ્ટે GIAFIના પ્રમુખ શ્રી પ્રશાંત મ્હાત્રે અને પ્રતિનિધિમંડળે ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સની અમદાવાદ રીજિયોનલ ઓફિસના અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વ્યૂહાત્મક બેઠક યોજી.
બેઠકમાં એજન્ટોના પ્રશ્નોના ઝડપી નિવારણ, પ્રીમિયમ વ્યવસાયમાં વૃદ્ધિ અને પરસ્પર સંકલન માટે ત્રિમાસિક સમીક્ષા બેઠકો યોજવા પર સહમતિ થઈ.
આ ઉપરાંત પસંદગીના GIAFI પ્રતિનિધિઓ માટે “Train the Trainers” કાર્યક્રમ, એજન્ટોના ઉત્સાહવર્ધન માટે માસિક સન્માન સમારોહ અને બેંકએશ્યોરન્સ ક્ષેત્રે વધુ સક્રિય સહયોગ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
બંને પક્ષોએ તાલીમ, સંકલન અને એજન્ટ કલ્યાણ દ્વારા વીમા સેવાઓની ગુણવત્તા વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
રિપોર્ટર: કલ્પેશ ઠાકર, અમદાવાદ