બાંગ્લાદેશી મહિલા ની ધરપકડ
અમદાવાદ બ્યુરોચીફ જયમીન ગજ્જર. જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતના અમદાવાદ, સુરત સહિતના જિલ્લામાંથી બાંગ્લાદેશી નાગરિકોને શોધીને તેમની અટકાયત કરવામાં આવી હતી., ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ભારતીય પુરાવા એકઠા કરીને પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ બનાવીને અમદાવાદમાં રહેતી એક બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે.
ગુજરાતમાં ક્રાઈમ બ્રાન્ચ 500 જેટલા શંકાસ્પદ પાસપોર્ટના આધારે તપાસ આદરી હતી. જેમાં અમદાવાદમાં વર્ષ 2016થી રહેતી ઝરણા અખ્તર શેખ ઉર્ફે જોયા નામની બાંગ્લાદેશી મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે.