ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં થતી નશીલા પદાર્થોની ગેરકાયદેસર હેરાફેરી તથા વેચાણની પ્રવ્રુતીને નેસ્ત નાબુદ કરવા “SAY NO TO DRUGS” મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનુ ખરીદ, વેચાણ કે સેવન કરનારા ઈશમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી પણ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી. ગોજીયા નાઓ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓને અસરકારક પેટ્રોલિંગ કરવા જણાવેલ હોય દરમ્યાન મળેલ બાતમી આધારે ગાંધીધામ ગુડ સાઈડ પુલ પાસે બે ઈશમો પોતાના કબ્જાના બેગમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થ ગાંજા નો જથ્થો લઇ આવી વેચાણ કરવા સારૂ ગાંધીધામ ખાતે આવેલ હોય જે હકિકત આધારે પોલીસ ટીમ દ્વારા આ બન્ને આરોપીઓને શોધી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી પંચોની હાજરીમાં તેમની પાસે રહેલ બેગની ઝડતી તપાસ માં મળી આવેલ નશીલો પદાર્થ ગાંજો વજન- ૯૬૪ ગ્રામ નો જથ્થો કબ્જે કરી બન્ને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ વિરૂધ્ધ The
Narcotics Drugs And Psychotropic Substances Act મુ૪- ડાર્યવાહી વારી આ ગાંજાનો જથ્થો ગાંધીધામ માં જેને વેચાણ કરવાનો હતો તે તથા જેની પાસેથી બન્ને આરોપીઓ ખરીદ કરી આ ગાંજો લઇ આવેલ તે આરોપીઓની તપાસ બાબતે પોલીસ ટીમ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. નોંધાયેલ ગુનો :ગાંધીધામ બી.ડીવી પો.સ્ટે ભાગ-બ. ગુના.નં. ૧૧૯૯૩૦૦૭૨૫૦૯૬૪/૨૦૨૫ ગુનો એન.ડી.પી.એસ. કલમ-૮(સી),૨૦(બી) (ii) (એ),૨૯ મુજબ પકડાયેલ આરોપીઓ :હ(૧) પ્રવીણભાઈ જોરાભાઈ પરમાર ઉ.વ.૨૯ રહે- સણાવ પ્લોટ વિસ્તાર તા-દિયોદર જી-બનાસકાંઠા(૨) દિનેશ હેમજીભાઈ પરમાર ઉ.વ.૨૧ રહે- સણાવ પ્લોટ વિસ્તાર તા-દિયોદર જી-બનાસકાંઠા પકડવાના બાકી આરોપીઓ :: (૧) વિશાલ (ગાંજો આપનાર)(૨) પ્રહલાદ મકવાણા રહે- કાર્ગો ઝુપડા ગાંધીધામ (ગાંજો મંગાવનાર) કબ્જે કરેલ મુદામાલ :: (૧) ગાંજો વજન- ૯૬૪ ગ્રામ કિ.રૂ. ૯,૬૪૦/-(૨) મોબાઇલ ફોન નંગ – ૧ કિ.રૂ. ૫,૦૦૦/-(૩) બેગ નંગ- ૧ કિ.રૂ.૧૦૦/ઉપરોક્ત કામગીરી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા ઇન્સ.એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય સલીમ કોરેજા