મોડાસા શહેરમાં આજે આયકર વિભાગ દ્વારા મેગા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યવાહી માટે વિભાગે અંદાજે 70 જેટલા વાહનો અને 400 ઉપરાંત અધિકારીઓ અને કર્મચારીઓની તૈનાતી કરી હતી. સૂત્રો મુજબ, શહેરના અગ્રણી બિલ્ડર અને વેપારીઓની તપાસ બાદ આ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.
આયકર વિભાગે શહેરની ત્રણ બેંકમાં આવેલી આશરે 10 લોકરને સીલ કરી દીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. કાર્યવાહી દરમિયાન મોટા પાયે દસ્તાવેજો અને અન્ય પુરાવાઓની તપાસ ચાલી રહી છે.
આકસ્મિક રીતે હાથ ધરાયેલી આ વિશાળ સર્ચ ઓપરેશનને કારણે સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. વેપારીઓ અને સ્થાનિકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે.
સૂત્રોનું કહેવું છે કે આગળના દિવસોમાં વધુ ખુલાસાઓ શક્ય છે અને કેટલીક મોટી આર્થિક ગડબડીઓ બહાર આવવાની શક્યતા છે.