

*ડાંગના ગારખડી અને ઘાણીઆંબા ગામે ક્લસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૧૨
ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ થી આત્મા પ્રોજેક્ટના સહયોગથી ગ્રામ પંચાયત દીઠ ક્લસ્ટર આધારિત પ્રાકૃતિક કૃષિની તાલીમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ડાંગ જિલ્લાના વિવિઘ ગામોમાં માસ્ટર ટ્રેનર ખેડુતો દ્વારા વિવિધ ગામડાઓમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજવામાં આવી રહી છે.
ગત રોજ ડાંગના પુર્વ પટ્ટી વિસ્તારના ગારખડી અને ઘાણીઆંબા ગામે ખેડુત ટ્રેનર શ્રી ગમનભાઇ ઠાકરે તેમજ કૃષિ સખી દ્વારા ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દ્રાવણ તૈયાર કરવાની રીત, માટી સ્વાસ્થ્ય સુધારણા તથા રાસાયણિક મુક્ત ખેતી અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સાથે જ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ તેમજ રસાયણમુક્ત ખેતી તરફ વળવાની મહત્વતા અંગે માહિતી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાકૃતિક કૃષિને વેગ આપવા માટે સતત તાલીમ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધતી જઈ રહી છે.
–