

*મર્ડર અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપીની ધરપકડ*
ઝાકિર ઝંકાર : આહવા
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ ને આજ મીડિયા અને પોલીસ ની પ્રેસ કોન્ફ્રેશ મીટીંગ માં જણાવ્યું હતું કે ડાંગ જિલ્લામાં કોઈ ભી વ્યક્તિ ગુનો કરશે તો ડાંગ જિલ્લા ની પોલીસ છોડવામાં આવશે નહીં કોઈ દિવસ
આહવા પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. ૨૦૨૩ ની કલમ ૮૭ અને ૧૩૭(૨) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી ગીરીશભાઈ સોનજુભાઈ બાગુલ (રહે. મોરઝીરા ગામ, મુરંબારી ફળીયુ, તા. આહવા) એ એક સગીરાને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો. આ મામલે આહવા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પોલીસની વ્યૂહરચના અને ધરપકડ આરોપીને પકડવા માટે આહવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ દ્વારા ખાસ ટીમોની રચના કરવામાં આવી હતી. પોલીસે હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસ (મોબાઈલ લોકેશન અને અન્ય નેટવર્ક) નો ઉપયોગ કરીને આરોપીનો પીછો કર્યો હતો.
આખરે, ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપી ગીરીશ બાગુલને નવસારી જિલ્લાના ખાટાઆંબા ગામેથી દબોચી લીધો હતોઝડપાયેલ આરોપી ગીરીશ બાગુલ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે અગાઉ નીચે મુજબના ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે વર્ષ ૨૦૧૪: આહવા પોલીસ સ્ટેશનમાં હત્યા (કલમ ૩૦૨) નો ગુનોવર્ષ ૨૦૧૯: મહિલા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો એક્ટ (કલમ ૪, ૫, ૬) હેઠળનો ગુનો.વર્ષ ૨૦૨૫: હાલનો અપહરણનો ગુનો.આ ઓપરેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલની સાથે વુમન એ.એસ.આઈ. નયનાબેન જયસીંગભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રણજીતભાઈ ધનજીભાઈ તથા પ્રકાશ સાધુરામભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી