

*સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વઘઈ ખાતે “વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી” કરાઈ :*
–
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર :આહવા : તાં : ૨૨
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વઘઈ ખાતે આચાર્યશ્રી ડૉ.જે.એમ.ભોયાના માર્ગદર્શન તેમજ અધ્યક્ષપણા હેઠળ ‘સપ્તધારા’ પ્રકલ્પ અંતર્ગત જ્ઞાનધારા અંતર્ગત “વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી” ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંસદાના ગુજરાતી વિષયના વિભાગ એસો. પ્રો.બી.ડી.ગામીત ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેઓએ માતૃભાષાનો ઉદભવ ,માતૃભાષાનું મહત્વ, માતૃભાષાનો મહિમા ,માતૃભાષા માટેના પડકારો, વર્તમાન સમયમાં શું કરી શકાય સાથે પાયાની ભાષા તરીકે ગુજરાતી માતૃભાષાનાં કવિ પ્રેમાનંદ ,અંખો, ઉમાશંકર જોશી , પન્નાલાલ પટેલ જેવા સાહિત્યકારોના ભાષા અને સાહિત્ય વિચાર સાથે ગુજરાતી ભાષાનું ગૌરવ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકી. તેમણે પોતાના વક્તવ્યમાં ગુજરાતી માતૃભાષાને ગૌરવ અપાવતી “જનનીની જોડ સખી નહી જડે લોલ”, ” ગુજરાતી મારુ ગૌરવ”, “જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” જેવી પંક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક વ્યાખ્યાન અને વિશ્વ માતૃભાષા દિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ગાવિત જિનલ અને કુંવર સેજલ દ્વારા ‘જય સોમનાથ જય દ્વારકાધીશ …..યશ ગાથા ગુજરાતની’ સુદર ગૌરવગીત રજૂ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમા કોલેજના અધ્યાપકોશ્રીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન અધ્યાપક ડૉ. વિજય ખાંડરાએ કર્યું હતું.
–