
*ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સોનુનીયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે તાલીમનું આયોજન કરવામાં આવ્યું :*
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૬
નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે., વઘઈ ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. જે. બી. ડોબરીયાનાં માર્ગદર્શન હેઠળ ચાલતા કે.વી.કે., વઘઈ દ્વારા તેમજ કીટકશાસ્ત્ર વિભાગ, ન.કૃ.યુ., નવસારી ના સહયોગ થી ડાંગ જિલ્લાના આહવા તાલુકાના સોનુનીયા ગામ ખાતે “પ્રાકૃતિક કૃષિમાં નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ” (Preparation of Neemastra in Natural Farming) અંગેની ૧ દિવસીય ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ તાલીમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઈ ખાતે ફરજ બજાવતા ડૉ. બિપિન વહુનીયા, વૈજ્ઞાનીક (પાક સરંક્ષણ) એ નિમાસ્ત્ર બનાવવાની પદ્ધતિ, નિમાસ્ત્રના ફાયદાઓ અને તેમને છંટકાવ કરવાની પધ્ધતિ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી ખેડૂતોને આ અંગે માહિતગાર કર્યા હતા.
આ ઉપરાંત ડૉ. જે. બી. ડોબરીયા સાહેબ દ્વારા નિમાસ્ત્ર ની જરૂરિયાત અંગે અત્યંત જરૂરી માહિતી આપી હતી. આ તાલીમમાં કીટકશાસ્ત્રના વડા ડૉ. જે. જે. પસ્તાગીયા તેમજ ડૉ. ઈશિતા દ્વારા ફળમાખી ટ્રેપની જરૂરિયાત તેમજ ઉપયોગ અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં ૭૦ જેટલા પુરુષ તથા મહિલા ખેડૂતોએ હાજરી નોંધાવી હતી.
–