
જન્માષ્ટમી મહોત્સવ 2026: ભક્તિના રંગે રંગાશે આખું રાજકોટ શહેર!
વિહિપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવ સમિતિના કાર્યાલય ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મહોત્સવને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે કાર્યાલયના સુચારુ, સુનિયોજિત અને અસરકારક સંચાલન માટે મહત્વપૂર્ણ ‘કાર્યાલય મંત્રીઓ’ ની નિમણૂક કરવામાં આવી છે.
નવનિયુક્ત કાર્યાલય મંત્રીઓની યાદી:
રાજુભાઈ ઉમરાણીયા (સેવા પ્રમુખ, રાજકોટ મધ્ય જિલ્લા)
પંકજભાઈ તાવીયા (કોષાધ્યક્ષ, સૌરાષ્ટ્ર પ્રાંત / ધર્માચાર્ય સંપર્ક પ્રમુખ)
દિલીપભાઈ દવે (કોષાધ્યક્ષ, વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મધ્ય જિલ્લા)
હેનિલસિંહ પરમાર (પ્રમુખ, દેશી ગૌ વંશ રક્ષણ અને સંવર્ધન આયામ, રાજકોટ ઉત્તર જિલ્લા)
ધનરાજભાઈ રાઘાણી (સંપર્ક પ્રમુખ, ધર્મયાત્રા મહાસંઘ, રાજકોટ મધ્ય જિલ્લા)
અનંતભાઈ નેનુજી (પ્રમુખ, મંદિર અર્ચક પુરોહિત સંપર્ક, રાજકોટ ઉત્તર જિલ્લા)
કાર્યાલય ખાતેથી રાજકોટ શહેરના તમામ મંડળોનો સંપર્ક કરીને લતા સુશોભન અને ફ્લોટ સુશોભનની યાદી તૈયાર કરવામાં આવશે.
“સંગઠિત કાર્ય, સુવ્યવસ્થિત આયોજન અને સમર્પિત કાર્યકર્તાઓના સંકલ્પ સાથે આ વર્ષનો જન્માષ્ટમી મહોત્સવ રાજકોટ માટે ભવ્ય અને ઐતિહાસિક બની રહેશે.”
— વિશ્વ હિન્દુ પરિષદ, રાજકોટ મહાનગર
રાજકોટ બ્યુરો:તરુણ નિમાવત