ભરૂચ જિલ્લા જંબુસર બીએપીએસ મંદિર ખાતે શાક હાટડી ઉત્સવ ઉજવાયો
જંબુસર નગર સ્થિત બીએપીએસ મંદિર જ્યાં વખત ધાર્મિક ઉત્સવોની ઉજવણી પરંપરા અનુસાર પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ થતી હોય છે. કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી દેવ દિવાળી તરીકે ઉજવણી થતી હોય છે. આજનો દિવસ આધ્યાત્મિક દ્રષ્ટિએ પવિત્ર છે. જેને પ્રબોધિની એકાદશી તથા દેવ ઉઠી એકાદશી તરીકે પણ મનાવવામાં આવે છે. આજના દિવસે રાજ્યભરમાં તુલસી વિવાહની ભવ્ય રંગે રંગે ઉજવણી કરવામાં આવે છે. આ સહિત ભગવાન સ્વામિનારાયણનું 1857ના દિવસે સહજાનંદ સ્વામીનું નામાભિધાન કરાયું , તથા 1858 જેતપુરમાં ધર્મધુરા સોંપી,અને રામાનંદ સ્વામીએ હરિભક્તો માટે વરદાન માંગ્ય,પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો પાર્શદી દીક્ષા આપી શાંતિ ભગત નામ અપાયું, આ સંપ્રદાય આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વનો વિશેષ શાકભાજી આજના દિવસે ધરાવી શાક હાટડી ઉત્સવ ઉજવી ભક્તિ અર્જ્ઞ અર્પણ કર્યું છે. જે પાદરાના વિરલભાઈ ગાંધી તથા જંબુસર, આમોદના હરિભક્તો દ્વારા સેવા કરાય છે.અને ભગવાન આજે જાતે વેપારી બન્યા છે.અને તેમના હસ્તે પ્રસાદી લેવાનો અવસર પ્રાપ્ત થયો છે.આ સહિત દુધી, ટામેટા, ધાણા, કોબીજ સહિત શાકભાજીના વિવિધ ગુણ અને મહિમા પૂ .પૂજ્ય જ્ઞાનવીરદાસ સ્વામી દ્વારા જણાવી આશિષ પાઠવ્યા હતા. આ પ્રસંગે પૂજ્ય યશોનિલય સ્વામી,હરિભક્ત ભાઈ બહેનો હાજર રહી આરતી,દર્શનનો લાભ લીધો હતો.