ભરૂચ જિલ્લા જંબુસર
શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પેમલ સરસ્વતી શિશુ મંદિરમાં આજરોજ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્ર અનુસાર બાળક ચાર વર્ષ ચાર માસ અને ચાર દિવસનું થાય ત્યાર પછી તેનો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે પ્રાચીન પરંપરામાં વેદોમાં સમગ્ર જ્ઞાન હોવાથી વેદોની શોભાયાત્રા પાલખીમાં કાઢવામાં આવતી હતી અને વેદોના વધામણા કરવામાં આવતા હતા. તેવી જ રીતે હાલ જંબુસરના ગાયત્રી મંદિરેથી વેદ પોથીની શોભા યાત્રા કરવામાં આવી હતી અને તેની પૂર્ણાહુતિ સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર થઈ હતી તેમાં કુલ 80 જેટલા બાળકો અને વાલી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિશુ મંદિરના પ્રધાનાચાર્ય શ્રીમતી ભાવનાબેન મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર સ્ટાફ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો