સાબરમતી વિસ્તારમાં જાહેરમાંથી ભારતીય બનાવટનો
વિદેશી દારૂનો જથ્થો પકડી પ્રોહિબીશનનો કેસ શોધી કાઢતી
અમદાવાદ : શહેર ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ શહેર, સાબરમતી બાદશાની ચાલીની પાસે સંતોષીમાતાના મંદીરની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં ચોક્કસ બાતમી હકીકત આધારે રેઈડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની નાની મોટી બોટલ તથા બિયરના ટીન તથા ઇનોવા ક્રિસ્ટા ગાડી તથા ત્રણ મોબાઇલ ફોન મળી કુલ્લે કિ.રૂ.૯, ૧૮,૦૪૦/- ના મુદ્દામાલ સાથે (૧) આશુખાન સ/ઓફ જલાલખાન સુમરા (મુસ્લીમ) ઉ.વ.૩૧, રહે- ગામ- આડેતર, મેઘવાલોની ઢાણી, થાના- સાંચોર, તા.સાંચોર, જી.જાલોર, રાજસ્થાન તથા (૨) હુકમારામ સ/ઓફ હરખારામ પ્રજાપતી ઉ.વ.૨૪, હાલ રહે-રબારીઓકા ગોલીયા, સાંચોર, થાના- સાંચોર, તા.સાંચોર, જી.જાલોર, રાજસ્થાન મૂળ રહે- ગામ પાંથીકાનિવાણ, થાના-સેરવા, તા.સેરવા, જી.બાડમેર રાજસ્થાન (૩) અરૂણ સ/ઓફ છનાજી છગનજી ઠાકોર ઉ.વ.૨૪ રહે- રામજીભાઈની ચાલી ઠાકોરવાસ, વસંતસ્કુલ પાસે, કોઠારીકુંજ, કેશવનગર, સુભાષબ્રીજ, રાણીપ, અમદાવાદ શહેર મુળ ગામ- બોતવાડા, તા.હારીજ, જી.પાટણ 1 નાઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.
> વોન્ટેડ આરોપી
મેવારામ રબારી રહે ગોલાસણ તા: સાચોણ જી જાલોર રાજસ્થાન |
> કબજે કરેલ મુદામાલ :
ભારતીય બનાવટની ઇંગ્લીશ નાની મોટી દારૂની બોટલ નંગ- ૧૧૪૦ જેની કિ.રૂ. ૧,૭૬,૦૪૦/- તથા બીયર ટીન નંગ- ૯૬ કિ.રૂ. ૧૨૦૦૦/- મળી કુલ્લે ૧,૮૮,૦૪૦/-તથા મોબાઈલ ફોન નંગ-૩ કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા ઇનોવા ક્રિસ્ટા ફોર વ્હીલર ગાડી -૧ | કિ.રૂ. ૭,૦૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૯,૧૮,૦૪૦/- ની મત્તાનો મુદ્દામાલ. કબજા કરવામાં આવ્યો હતો.