

*ડાંગ જિલ્લાના લહાનકસાડ ગામમાં ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ :*
–
ઝાકિર ઝંકાર : આહવા: તા: ૭
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના લહાનકસાડ ગામમાં ખેડુત માસ્ટર શ્રી સુકીરાવભાઈ ગાયકવાડ તેમજ કૃષિ સખી દ્વારા ક્લસ્ટર બેઝ પ્રાકૃતિક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પર્યાવરણને અનુકૂળ, ખર્ચ ઘટાડતી અને જમીનની ઉપજક્ષમતા વધારતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓને અપનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેમ કે જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, દ્રાવણ તૈયાર કરવાની રીત, માટી સ્વાસ્થ્ય સુધારણા તથા રાસાયણિક મુક્ત ખેતી અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
ડાંગ જિલ્લા આત્માં પ્રોજેક્ટ દ્વારા ચાલી રહેલ પ્રાકૃતિક ખેતીની કલસ્ટર બેઝ તાલીમ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસો દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો, પાકની ગુણવત્તામાં વધારો અને આરોગ્યદાયક ખોરાકના ઉત્પાદન તરફ મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે.
–