બગોદરા ભોગાવો બ્રિજ પર સમારકામ અધૂરું, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
અમદાવાદ-રાજકોટ હાઇવે પર બગોદરા નજીક આવેલા ભોગાવો બ્રિજ પર છેલ્લા ઘણા સમયથી સમારકામની કામગીરી બંધ હોવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
ભોગાવો બ્રિજ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી રહી છે
અને વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકમાં ફસાવાની ફરજ પડી રહી છે.
ટ્રાફિક જામના કારણે કેટલાક વાહનચાલકો રોંગ સાઇડથી વાહન ચલાવતા જોવા મળી રહ્યા છે, જેના કારણે અકસ્માતનો ભય પણ ઊભો થયો છે.
ટ્રાફિકની ભારે સમસ્યાને કારણે ઈમરજન્સી વાહનોને પણ અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
સ્થાનિક વાહનચાલકો અને લોકો દ્વારા ભોગાવો બ્રિજનું સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફિકની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી શરૂ કરી બ્રિજનું સમારકામ પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની અપેક્ષા છે.
રીપોર્ટર મકવાણા નરેન્દ્ર