

*રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આહવાની ગોંડલવિહિર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિવિશ્રામ કર્યો*
–
*રાજ્યપાલશ્રીએ આહવાની ગોંડલવિહિર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો*
રિપોર્ટર:
ઝાકિર ઝંકાર:આહવા: તા. ૦૨
માર્ચ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આહવાની ગોંડલવિહિર પ્રાથમિક શાળાના સામાન્ય ઓરડામાં રાત્રિવિશ્રામ કર્યા બાદ વહેલી સવારે શાળાના વિદ્યાર્થીઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને તેમને યોગના ફાયદાઓ જણાવ્યા હતા. યોગના કારણે સ્વાસ્થ પર થતી અસરો વિશે પણ જણાવી તેને અનુલક્ષીને યોગાસનો કર્યા હતા. રાજ્યપાલશ્રીએ દરેક યોગાસનોના હિતો જણાવી વિદ્યાર્થીઓને યોગના મહત્વથી અવગત કરાવ્યા હતા.
રાજ્યપાલ.શ્રી આચાર્ય દેવવ્રતજીએ યોગાભ્યાસ બાદ વિદ્યાર્થીઓ સાથે પ્રાણાયામ પણ કર્યા હતા. કપાલભાતિ, અનુલોમ વિલોમ, ભાસ્રિકા તેમજ વિદ્યાર્થીઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદરૂપ ભ્રામરી પ્રાણાયામ પણ કર્યા હતા. ગાયત્રીમંત્રના ઉચ્ચારણ સાથે યોગાભ્યાસને વિરામ આપ્યો હતો.
રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સારું સ્વાસ્થ્ય જાળવવા નિયમિત યોગ કરવા જણાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓના અભ્યાસની માહિતી મેળવી વિદ્યાર્થીઓને સારા સ્વાસ્થ્ય અને અભ્યાસના તથા ઉજ્જવળ ભવિષ્ય માટે આશિર્વચન પાઠવ્યા હતા.
–