
*ચિરાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી, જળ-જંગલ-જમીન બચાવવાનો સંદેશ*
**રિપોર્ટર ; ઝાકિર ઝંકાર , આહવા ડાંગ*
આહવા (ડાંગ): વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ડાંગ જિલ્લાના ચિરાપાડા ગામે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને પ્રકૃતિ સંરક્ષણના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આદિવાસી સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રકૃતિપૂજા અને પ્રકૃતિ દેવોની આરાધનાથી કરવામાં આવી હતી. વૃક્ષો, જંગલ, પાણી, જમીન અને પહાડોના સંરક્ષણનો સંકલ્પ લેવાયો હતો. આગેવાનોએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજનું જીવન સદીઓથી જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલું છે, તેથી નવી પેઢીએ પણ પોતાની સંસ્કૃતિ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જાળવી રાખવો જરૂરી છે.
આ પ્રસંગે પરંપરાગત આંબિલ (ભળકું) અને તુવેરની ગૂગરીનું સૂપ તૈયાર કરી આદિવાસી ખાદ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો હતો. ઢોલના તાલે લોકસંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી.
ચિરાપાડા ગામેથી સંદેશ અપાયો કે “જંગલ બચશે તો ડાંગ બચશે અને ડાંગની સંસ્કૃતિ તથા ઓળખ પણ બચશે.”