ITN National

इंडियन टीवी न्यूज

Advertisement

ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે સુબીર તાલુકાના બીલીઆંબા, ટીંમ્બરથવા અને ગિરમાળ ગામે શાળાના વિવિધ મકાનોના બાંધકાનોનું ખાતમુહર્ત કરાયું

```

*ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલના હસ્તે સુબીર તાલુકાના બીલીઆંબા, ટીંમ્બરથવા અને ગિરમાળ ગામે શાળાના વિવિધ મકાનોના બાંધકાનોનું ખાતમુહર્ત કરાયું :*

–

*આશરે ૧૧ કરોડ થી વધુના ખર્ચે નિર્માણ થનાર શાળાના વિવિધ બાંધકાનોનું ખાતમુહર્ત કરાયું :*

–

*બીલીઆંબા પ્રાથમિક શાળા જિલ્લા માટે આદર્શરૂપ શાળા* – શ્રી વિજયભાઈ પટેલ

–

 

ઝાકિર ઝંકાર: આહવા: તા: ૨

 

આજરોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલના હસ્તે (૧) સુબીર તાલુકાના બીલીઆંબા પ્રાથમિક અને માધ્યમિક શાળાના નવીન અને સીઝનલ હોસ્ટેલનું નવીન બાંધકામનું ખાતમુહર્ત, (૨) ટીમ્બરથવા પ્રાથમિક શાળાના નવીન ૬ વર્ગખંડોના બાંધકામનું ખાતમુહર્ત, તેમજ (૩) ગિરમાળ પ્રાથમિક શાળાના નવીન ૬ વર્ગખંડોના બાંધકામનું ખાતમુહર્ત કર્યું હતું.

 

બીલીઆંબા પ્રાથમિક શાળા ડાંગ જિલ્લામાં શિક્ષણ માટે આદર્શરૂપ શાળા છે. અહીં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ઉત્સાહ દાખવી શાળાના ઉથાન માટે કાર્ય કરી રહ્યાં છે. આ શાળાનું મકાન રૂ. ૬ કરોડ તેમજ રૂ. ૩ કરોડની હોસ્ટેલ બિલ્ડીંગ, જે અધ્યતન સુવિધાઓ થી સભર અને ટેક્નોલોજી યુક્ત શિક્ષણ મળી રહે તે બીલીઆંબા શાળાનું મકાન બનશે. આ શાળા મકાન વિદ્યાર્થીઓને ખુબજ ઉપયોગી સાબીત થશે તેમ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું.

 

આજ રોજ શ્રી વિજયભાઇ પટેલના હસ્તે આશરે ૧૧ કરોડ થી વધુના ખર્ચે નિર્માણ થનાર શાળાના વિવિધ બાંધકાનોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જેમાં બીલીઆંબા ઉપરાંત ટીંમ્બરથવા અને ગિરમાળ ખાતે પણ શ્રેણીબધ્ધ ખાતમુહર્તના કાર્યક્રમો યોજયા હતાં. આ બન્ને શાળાઓમાં વર્ગખંડોના બાંધકામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. જે બન્ને જગ્યાના વર્ગખંડો મળી કુલ ૧૨ વર્ગખંડોનું ખાતમુહર્ત કરાયું હતું. શાળાના આ મકાનોનું બાંધકામ ક્વોલિટી અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે શ્રી પટેલે ઇજારાદારને સૂચન કર્યાં હતાં.

 

આ સાથે જ ડાંગ જિલ્લામાં તાપી આધારિત ૮૬૬ કરોડની યોજનાઓ વર્ષ ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરી જિલ્લામાં પાણી સમસ્યા હલ કરવામાં આવશે, તેમ જણાવી વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.

 

આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, સુબીર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લતાબેન કનવારે સહિત જિલ્લા તાલુકા સદસ્યશ્રીઓ, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા મંત્રી શ્રી સુભાષભાઈ ગાઇન, પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઈ દેશમુખ, બી.આર.સી પરિમલભાઈ પરમાર સહિતના અધિકારીશ્રીઓ તેમજ શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *