આજરોજ તાલુકા કુમાર પ્રાથમિક શાળા તથા કપાસિયા પુરા પ્રાથમિક મિશ્ર શાળાના સંયુક્ત ઉપક્રમે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા મેડિકલ ઓફિસર ડાયટ ના આઈડી સેલ સ્પેશિયલ એજ્યુકેટર ઉમેશભાઈ ગાડગે અને મયુરભાઈ ઉપસ્થિત રહ્યા હતા બંને શાળાના એસએમસીના અધ્યક્ષ તથા એસએમસી ના તમામ સભ્યો હાજર રહ્યા હતા શાળામાં ભણતા બાળકોના 150 થી વધારે વાલીશ્રીઓ અને શાળા પરિવાર સાથે સમગ્ર પ્રવેશોત્સવ કાર્યક્રમની ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ પર્વત ઉજવણી કરવામાં આવી.
જે કાર્યક્રમ અંતર્ગત બાલવાટિકા પહેલા ધોરણ માં વર્ષ 2025 26 માં પ્રવેશ મેળવેલ તમામ બાળકોને દફતર અને અન્ય શૈક્ષણિક સાધન સામગ્રીની કીટ આપી તેઓને શાળામાં આવકારવામાં આવ્યા હતા અને પધારેલ મહેમાન શ્રીઓના હસ્તે ગત વર્ષે વાર્ષિક પરીક્ષામાં દરેક ધોરણમાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓને સન્માનવામાં આવ્યા હતા તથા શાળા માં ગત વર્ષે સો ટકા હાજરી આપનાર દરેક બાળકને સન્માન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર દેવેન્દ્ર મિસ્ત્રી જંબુસર